કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૨. કવિનું મૃત્યુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૨. કવિનું મૃત્યુ


ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરના.
જોઉં છું હું, જોઉં છું હું,
જોઉં છું — જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું,
જંપું અહીં.

૧૯૫૨
(સાયુજ્ય, ૧૯૭૨, પૃ. ૨)