ફૂલ હો! તારાં કેમ કરું રે મૂલ? કોઈ ધરે પ્રભુચરણે, તુજને કોઈ ધરે નિજ કરણે; એમાં કોન ક્હેવી ભૂલ? સુગંધ કેવી વેરે, તું તો અંગ ને અંતર ઘેરે; તારી રંગરંગની ઝૂલ! ૧૯૫૦