ખારાં ઝરણ/કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા

કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા

કૈં ફસાદો, કૈંક ટંટા થૈ ગયા,
એ બધાના આદી બંદા થૈ ગયા.

તું નથી એવી પ્રતીતિ થૈ ગઈ,
હાથ મારા ઠંડા ઠંડા થૈ ગયા.

ખૂબ જાણીતા થયા આગંતુકો,
મંદ વા’તા વાયુ ઝંઝા થૈ ગયા.

મેં લુછેલાં આંસું સાચકલાં હશે,
હાથ જોને ગંગા ગંગા થૈ ગયા.

૫-૫-૨૦૦૮