ખારાં ઝરણ/આભ અનરાધાર, નક્કી
Jump to navigation
Jump to search
આભ અનરાધાર, નક્કી,
મેઘ ઠંડોગાર, નક્કી.
શ્વાસની સરતી જમીને,
સ્પર્શના સંચાર, નક્કી.
કોઈનો ક્યારે ભરોસો?
સર્વના વહેવાર નક્કી.
આજ વરસે, કાલ વરસે,
છે બધા અણસાર નક્કી.
છોડ ખોટા તાયફાઓ,
મોત છે ખૂંખાર, નક્કી.
૪-૫-૨૦૦૮