ખારાં ઝરણ/ગઝલ

ગઝલ

લ્યો, પલાંઠી વાળીને બેઠા છીએ,
શ્વાસ રોકી રાખીને બેઠા છીએ.

આભના ચહેરે પડી છે કરચલી,
પંખીને સંતાડીને બેઠા છીએ.

દાબડીમાં સાચવી રાખ્યું હતું,
આપનું મન જાણીને બેઠા છીએ.

હોઈએ, બેહદ ખુશીમાં હોઈએ,
આંસુ ઊંડાં દાટીને બેઠા છીએ.

મ્યાન કર ‘ઈર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

૨૬-૮-૨૦૦૯