ગાતાં ઝરણાં/ઉલ્લેખ (મુક્તક)


ઉલ્લેખ


ખુદાએ મહાકાવ્ય આદમનું સરજી,
કરાવ્યું રજૂ સ્વર્ગમાં હૂર દ્વારા;
કવનમાં હૃદયનો જ્યાં ઉલ્લેખ આવ્યો,
ફરિસ્તાઓ બોલ્યા : ‘દુબારા ! દુબારા!’