ગાતાં ઝરણાં/રંગીન ફરેબ (મુક્તક)


રંગીન ફરેબ


એ રીતે તારે ભરોસે હું જીવું છું જીવન,
જાણે પડતો કોઈ આધારને પકડી લે છે;
દિલને દઈ જાય છે એ રીતે તું રંગીન ફરેબ,
જાણે બાળક કોઈ અંગારને પકડી લે છે.