ગાતાં ઝરણાં/વિધિ (મુક્તક)


વિધિ



વિધિએ ક્રૂરતા જ્યારે બતાવી,
હૃદયમાં દાહ દીધો બાળવાને;
દયાળુને દયા આવી ગઈ જ્યાં,
કવન દીધું અગન એ ઠારવાને.


તમારી યાદની સાથે જ આંખમાં આંસુ!
વહે છે ‘તાજ’ની સાથે જ નીર જમનાનાં.