ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અવસાન
અવસાન
મફત ઓઝા
અવસાન (મફત ઓઝા, ‘કાચના મહેલની રાણી’, ૧૯૭૪) આ વાર્તામાં નાયક વાર્તાકાર પોતે છે અને પોતાના અવસાન નિમિત્તે નગરજનો, સ્વજનો અને ડાઘુઓ સાથે એકોક્તિ માંડી આધુનિક જીવનની ઉષ્માહીનતાની અને અવૈધ સંબધની યાતનાને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. વાર્તાએ માર્મિક ઇંગિતો કરતાં પ્રગટ ઉક્તિઓ પર વધુ મદાર રાખ્યો છે.
ચં.