ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આદિ રોબોટ

આદિ રોબોટ

પરેશ નાયક

આદિ રોબોટ (પરેશ નાયક, ‘૧૯૯૯ની શ્રેષ્ઠ વાર્તાઓ’, સં. રમેશ ર. દવે, ૨૦૦૦) રોબોટ સંસ્કૃતિના નિર્માણમાં ભરાયેલી હરણફાળ પછી સર્જાયેલા મધ્યાહ્ને રોબોટ મનુષ્યથી આગળ અને અદકો છે એ વાતના વિરોધ રૂપે આદિ રોબોટ તેના વ્યાપક અનુભવના પરિણામે કહે છે કે મનુષ્યથી સવાઈ સિદ્ધ થનારી રોબોટસંસ્કૃતિ વેદનાજનિત અશ્રુસભર રુદન, સંભોગસુખ, શિશુને સ્તનપાન કરાવવાની ધન્યતા તથા ક્ષુધા અને તૃષા-શમનથી લાધતી તૃપ્તિથી વંચિત છે. યંત્ર અને મનુષ્ય – ઉભય પરિબળોની તુલના અને ક્ષમતાનું સમ્યક નિરૂપણ અહીં થયું છે.
ઈ.