ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાગળિયો

કાગળિયો

ઊજમશી પરમાર

કાગળિયો (ઊજમશી પરમાર, ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) સાસુ અને જમાઈ વચ્ચે ઝઘડો છે. સાસુએ જમાઈનું મકાન વેચાવી નાખ્યું છે. જમાઈએ છૂટાછેડા લીધા પછી પાછા દબાણમાં આવીને લખણું કેન્સલ કરતો કાગળ લખી દીધો છે. મકાન પાછું મેળવવું છે એટલે એ બસની સામે દોડીને મરવાનો દેખાવ કરે છે, ફૂટપાથ ઉપર માથું પછાડે છે. સાસુ એને વારે છે. જમાઈ લખણું કૅન્સલ કર્યાનો કાગળ પાછો માગી ફાડી નાખે છે. સાસુ-જમાઈની વડછડ ચાલતી રહે છે પણ મા હવે વધારે આડી નો આવે તો સારું - એવું માનતી દીકરી, વરે લખણું કૅન્સલ કર્યું છે - એવા લખાણના કરી નાખેલા ટુકડા વીણે છે. માથાભારે મા અને ધાર્યું કરનારા ધણી વચ્ચે રહેંસાતી દીકરીની અબોલ વ્યથા લાઘવથી આલેખાયેલી છે.
ઈ.