ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કીડી, કેમેરા અને નાયક
કીડી, કેમેરા અને નાયક
રાવજી પટેલ
કીડી, કેમેરા અને નાયક (રાવજી પટેલ; ‘વૃત્તિ અને વાર્તા’, ૧૯૭૭) ઊંઘતો નાયક, ચાલતી કીડી અને નિમિષાનું નિમિત્ત - એ ત્રણ બિન્દુઓ આ પ્રયોગશીલ વાર્તાને ત્રુટક કથાનક પૂરું પાડે છે. દૃશ્યોને કેમેરાની ચાંપથી વિકેન્દ્રિત કરી ક્યારેક અત્યંત ક્લોઝઅપ અને ક્યારેક લોંગશોટમાં વીગતો આપતા વર્ણનની રીતિ પણ વિશિષ્ટ છે.
ચં.