ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કિંમત

કિંમત

હિમાંશી શેલત

કિંમત (હિમાંશી શેલત; ‘એ લોકો’, ૧૯૯૭) દસ હજારમાં જેનો પ્રેમી સોદો કરીને છોડી ગયો હતો એ વેશ્યા મોહનાને ફિલ્મમાં રોલ મળવાનો છે. મોહના ઉજ્જ્વળ ભવિષ્યનાં સપનાં જોવા માંડે છે પણ એણે તો, ગુંડાઓ જેનાં કપડાં ખેંચી-ફાડી રહ્યા છે એવી નગ્ન થઈ રહેલી સ્ત્રીનો અભિનય, મૂળ અભિનેત્રીને બદલે કરવાનો છે એ જાણી મોહનાને આઘાત લાગે છે. અંતમાં મૌસી એને કાનમાં પૂછે છે “દસ હજાર મેં કરેગી કિ જ્યાદા બતાયે? તૂં હી બતા દે અપની કિંમત…” સ્ત્રીએ અહીં કે ત્યાં બધે પોતાની કિંમત જ બતાવવાની છે - એ કરુણતા અહીં સચોટ રીતે આલેખાયેલી છે.
પા.