ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ખ/ખતવણી
ખતવણી
ઉત્પલ ભાયાણી
ખતવણી (ઉત્પલ ભાયાણી; ‘ખતવણી’, ૧૯૯૫) વાણોતર વાડીલાલ ધોધમાર વરસાદ વચ્ચે આશ્રય લેવા ઊભો રહે છે. એ જ છજા નીચે ઊભેલી ભિખારણ એની પાસે ભીખ માગે છે. એણે બાળકને એવી રીતે તેડ્યું છે કે છાતી બરાબર દેખાય. સિક્કો આપતો વાડીલાલનો હાથ પાછા ફરતાં વાર લગાડે છે. ભિખારણ પૂછે છે : ‘ઔર કુછ દેના હૈ?’ એ જ રીતે વધુ વાર લગાડી વાડીલાલ નોટ આપે છે. ઘરે જઈને હિસાબ લખતા વાડીલાલને આ ખર્ચો કયા ખાતે ઉધારવો એ સવાલ જંપવા દેતો નથી.
ર.