ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગૃહાગમન

ગૃહાગમન

યોગેશ પટેલ

ગૃહાગમન (યોગેશ પટેલ; ‘પગલાંની લિપિ’, ૧૯૮૮) લંડનમાં જન્મી બ્રિટીશ નાગરિકત્વ પામેલો ટોની ગુજરાતી-ભારતીય સંસ્કૃતિથી વિમુખ છે અને બ્રિટીશ કલ્ચર માટે ઘેલછા ધરાવે છે. ટોની પેરિસના પ્રવાસે જાય છે ત્યારે ચૂંટણીલક્ષી રંગભેદી નારાબાજીને કારણે ફાટી નીકળેલાં તોફાનમાં ફસાય છે. એ વેળા દારૂડિયા પેરિસિયન ટ્રેમ્પની સાથે ડાન્સ કરતાં કરતાં ખિસ્સું કપાતાં ટોની મુશ્કેલીમાં મુકાય છે. રખડતો પકડાયેલો ટોની બ્રિટીશ નાગરિક છે એવી ખાતરી થતાં પોલીસ એને છોડી મૂકે છે પણ ત્યાં સુધીમાં ટોનીનું ગોરી સંસ્કૃતિ વિશેનું ભ્રમનિરસન થઈ જાય છે. ર.
ચં.