ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગૃહપ્રવેશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ગૃહપ્રવેશ

સુરેશ હ. જોષી

ગૃહપ્રવેશ (સુરેશ હ. જોષી; ‘ગૃહપ્રવેશ’, ૧૯૫૬) ઘરથી વીસેક ડગલાં દૂર જઈ નાયક ઘર તરફથી આંખો વાળી લે છે કારણ પોતાના ઘરમાં બે છાયાઓને જુએ છે. પત્નીના પરપુરુષગમનને કારણે નાયકચિત્તની વેદનાની આસપાસ વિશિષ્ટ રીતે સામાજિક અને સાહચર્ય સંબંધો લઈ ઘૂમતી આ વાર્તાએ આધુનિક વાર્તાશૈલીની તિર્યક્ ગતિનો નકશો દોરી આપ્યો છે.
ચં.