ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જુગારી

જુગારી

અશોક હર્ષ

જુગારી (અશોક હર્ષ; ‘સુષમા’, ૧૯૪૮) લુહારની કોઢમાં કામે જતો નરસી બહારગામ ગયેલી માએ આપેલા બે રૂપિયા જુગારમાં હારી જઈ પસ્તાય છે. ત્રણ દિવસની ભૂખ પછી પ્રાગજી પાસેથી વધુ કામ કરી દેવાની શરતે પૈસા લઈ મા પાછી આવે ત્યાં સુધી નભાવે છે. નરસીની નાની એને માટે વહુ શોધે છે એવી વાત થતાં નરસી માને જુગાર રમવાની વાત કરી રડી પડે છે. ખોટું કામ કર્યાની ગુનાઈત લાગણી અને સાચું બોલી દીધાની હળવાશ અહીં સાદગીથી નિરૂપાઈ છે.
ર.