ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/જ/જુમો ભિસ્તી
જુમો ભિસ્તી
‘ધૂમકેતુ’
જુમો ભિસ્તી (‘ધૂમકેતુ’, ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) બાળ વયે શોખથી પાળેલો પાડો વેણુ જુમા ભિસ્તીની કપરી વેળામાં કમાણીનું સાધન બને છે. રેલવે પાટામાં પગ ફસાઈ જતાં વેણુ સાથે જ મૃત્યુસોડ તાણતા જુમાને, ટ્રેઇનનાં પૈડાં તેની ઉપર ફરી વળે તે પહેલાં ધીંક મારીને વેણુ દૂર ફગાવી દે છે. મનુષ્ય અને પશુના પારસ્પરિક, વિરલ પ્રેમનું નિરૂપણ કરતી વાર્તાની સાદગી ધ્યાન ખેંચે છે.
ર.