ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ડ/ડમરી

ડમરી

મણિલાલ હ. પટેલ

ડમરી (મણિલાલ હ. પટેલ; ‘ગૂર્જર ગ્રામચેતનાની નવલિકાઓ’, સંપા. રઘુવીર ચૌધરી અને અન્ય, ૧૯૯૮) રામજીને શેઠને બંગલે કામ કરવા જવું પડે છે. આ બાજુ જીવા કાકા મા સાથે હળી ગયા છે. એમની દીકરી અમી સાથેની રામજીની પ્રીત જીવાકાકાથી અછતી નથી. ઘર-વતનના ઝુરાપાથી સોરાતો રહેલો રામજી સ્વજનો માટે ભેટ સોગાદો સાથે ઘેર આવે છે પણ સ્વજનોનાં વર્તનથી લાગે છે કે એના પૈસાની જ સૌ રાહ જુએ છે. મોટા ભાઈની સગાઈ તો જીવાકાકાની અમી સાથે થવાની છે. ઘરવતન જતાં નાયકના ભ્રમનિરસનની વાત રમણીય રીતે મુકાઈ છે.
ઈ.