ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/તીતલીલૅન્ડ

તીતલીલૅન્ડ

હસમુખ કે. રાવલ

તીતલીલૅન્ડ (હસમુખ કે. રાવલ; ‘નવનીત-સમર્પણ’ સપ્ટેમ્બર-૨૦૦૦) નોકરિયાત મમ્મી-પપ્પાની દીકરી તીતલી સ્કૂલેથી આવીને ઘેર એકલી રહે છે પણ એક દિવસ પગ ભાંગવાનું બહાનું ધરીને પપ્પા ઘેર છે અને આખી બપોર-સાંજ, તીતલીએ ઘરમાં આગવી ઊભી કરેલી જાદુઈ દુનિયામાં પિતાપુત્રીનાં વાસ્તવ-કલ્પનાનાં ખેલ-રમત ચાલે છે. એમાં તીતલીનું એકલવાયાપણું, પડોશીઓનો પરિચય, તીતલીનાં સ્વાશ્રય અને સ્વાવલંબન અને ભેદી ખજાનો - સઘળું પ્રગટ થાય છે. માતા-પિતા અને પુત્રીની વાસ્તવિકતા અને આકાંક્ષા અહીં રમણીય નિરૂપણ પામી છે.
ઈ.