ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/નવું ઘર
નવું ઘર
પ્રવીણસિંહ ચાવડા
નવું ઘર (પ્રવીણસિંહ ચાવડા; ‘નવું ઘર’, ૧૯૯૯) નૃત્ય અને સંગીતની દુનિયાથી કડવી વિદાય લઈને આવેલી સુવર્ણા નવા ઘરમાં વસવા માંડે છે. સામેના ફ્લેટમાં રહેતી પૂજા નામની છોકરી સાથે એની એકલતા વહેંચાય છે. પૂજાનાં મમ્મીપપ્પા વહેવારુ ડહાપણ દાખવી સુવર્ણાને એમના પરિચિત કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કરવા સમજાવે છે અને મળવાનું પૂછે છે. મળવાની જરૂર નથી, મારી હા છે - કહીને સુવર્ણા મનોમન તુલના કરે છે પેલા ઘેર ચોટલો ઝાલી ભીંત સાથે માથું અફાળતાં કહેવામાં આવ્યું હતું - ‘રંડી!’ આનાથી વધારે આ માણસ શું કરશે, કઠોર વાસ્તવિકતાનો સામનો કરી ચૂકેલી સ્ત્રીની સંવેદના સાથે ઊઘડતું સમાધાનનું સાહસ કરુણ છે.
ઈ.