ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પાઠડી

પાઠડી

મનોહર ત્રિવેદી

પાઠડી (મનોહર ત્રિવેદી; ‘ગજવામાં ગામ’, ૧૯૯૮) માના મૃત્યુ અને બાપાએ કરેલા બીજા લગ્નને કારણે ભોળુ બચપણથી નિઃસંતાન માસી-માસા ગોમતી અને દેવાને ત્યાં જ ઊછર્યો છે. વયમાં આવેલો ભોળુ અને અતૃપ્તા ગોમતી પરસ્પર આકર્ષાય છે અને થવાનું થઈ રહે છે. કાળા કામના પસ્તાવાની ભઠ્ઠીમાં શેકાતો ભોળુ વાર્તાના અંતે ડેલી બહાર જવા પગ ઉપાડે છે. દેહાકર્ષણની વીગતો અને મનના મૂંઝારાનું સશક્ત આલેખન ધરાવતી વાર્તા, પાત્રના નામાંકન ધરાવતા ખંડકો અને વાર્તાકારે તેને સાંધતા કરેલા પૂરકોથી નિરાળી બની છે.
ર.