ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બાપુનો કૂતરો

બાપુનો કૂતરો

પન્નાલાલ પટેલ

બાપુનો કૂતરો (પન્નાલાલ પટેલ; ‘ઘરવટ અને બીજી વાતો’, ૧૯૬૦) ગામના ફફડતા ખુશામતખોરો વચ્ચે બાપુની સવારી સાથે આવેલો એમનો વિલાયતી કૂતરો ગામના શેરીકૂતરાઓ દ્વારા કેવો હતો ન હતો થઈ જાય છે એની કરુણકથા કહેતી આ વાર્તામાં ગ્રામમાનસ અને બાપુશાહીને વાર્તાકારે કટાક્ષ અને વ્યંગથી કુશળતાપૂર્વક છતાં કર્યાં છે.
ચં.