ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બે બંગડી

બે બંગડી

જયંતિ દલાલ

બે બંગડી (જયંતિ દલાલ; ‘અડખે પડખે’, ૧૯૬૪) પત્નીની બે બંગડી ગીરવે મૂકી દીકરી અંજુની સારવાર ઇચ્છતા મગનલાલ રસ્તામાં બીજી એક છોકરીને અકસ્માતમાંથી બચાવી લે છે. બંને દિશા ભણી ખેંચાતું વાત્સલ્ય રસપ્રદ બન્યું છે. કથાનક નાયકની એકોક્તિ રૂપે રજૂ થયું છે.
ચં.