ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બે બહેનો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
બે બહેનો

ઉમાશંકર જોશી

બે બહેનો (ઉમાશંકર જોશી; ‘ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૫) ગોપીકાન્તનું વેવિશાળ મોટી બહેન સૂર્યા સાથે થયું હોવા છતાં પોતાના તરફ ઢળતી લલિતા માટે પણ એને આકર્ષણ છે પણ સૂર્યાને એ સ્વીકાર્ય નથી. આ સ્થિતિમાં લલિતાની મનઃસૃષ્ટિમાં એવો તરંગ ઉદ્દભવે છે કે બહેન-બનેવીની કારને અકસ્માત નડે છે અને સગર્ભા બહેન મરણ પામતાં બનેવીને પોતાને ભળાવે છે. આ મનસ્તરંગમાંથી સૂર્યા, લલિતાને પ્રૌઢ વર્ગમાં જવાનું મોડું નથી થતું - એમ કરી જગાડે છે. સાથે ગોપીકાન્તે લગ્ન માટે પસંદ કરેલી સાડીની ભાત ગમી - એવો પ્રશ્ન પૂછે છે. લલિતા ઉત્તર આપે છે - ગમી મોટીબહેન ગમી, સૌથી વધુ તારી આ મીઠા મોઢા પરની ભાત.
ઈ.