ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માછીકન્યા

માછીકન્યા

સ્નેહરશ્મિ

માછીકન્યા (સ્નેહરશ્મિ; ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૩) પાંચ પાંચ પેઢીથી દોઢ વર્ષની પુત્રીની માતાને ઝૂંટવી જતાં ઝાંઝરીનાં ‘વમળભર્યાં’ પાણીમાં ન પડવાની પિતાની સલાહ માની રૂપા લગ્ન ન કરવાનો સંકલ્પ કરે છે. તેના બે પ્રિયતમ સોમો અને દવો, બેમાંથી કોઈ એક સાથે લગ્ન કરવા કહે છે. પોતાની દોઢ વર્ષની પુત્રી મીઠીને દેવાને સોંપી ચાંદની રાતે ઝાંઝરી પર લહેરિયાં ખાવા ગયેલાં રૂપાં-સોમો પાછાં નથી ફરતાં - એવું નિરૂપણ કરતી વાર્તા દૈવની અકળ લીલાની તરફેણ કરે છે.
ર.