ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રજજોનો પતિ
રજજોનો પતિ
ચંદ્રકાન્ત બક્ષી
રજજોનો પતિ (ચંદ્રકાન્ત બક્ષી; ‘એક સાંજની મુલાકાત’, ૧૯૬૧) પત્ની રજ્જોને એના દૂરના મામાના દીકરા રમાનાથ સાથે આડો સંબંધ છે એવી બાતમી પછી રમાનાથનું ખૂન કરી બ્રહ્મદેશ ભાગી ગયેલો લાલસિંગ વર્ષો પછી વતન આવે છે ને જાણે છે કે તેણે રમાનાથને બદલે ભળતા માણસનું ખૂન કરેલું - રમાનાથ તો રજ્જો સાથે એ લહેર કરે! લાલસિંહ રમાનાથનું ખૂન કરી પોલીસચોકીએ હાજર થઈ જાય છે. બેવફાઈ અને તજ્જન્ય વૈરવૃત્તિનું નિરૂપણ અહીં તીવ્રતા સાથે થયું છે.
ર.