ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રમત-૨
રમત
નાનાભાઈ જેબલિયા
રમત (નાનાભાઈ જેબલિયા; ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૭૫) રામજીની પહેલી પત્ની અંબા અબલા પાછળ આકર્ષાઈને મરી ગયેલી એ જાણ્યા પછી એની બીજી વારની પત્ની કાન્તાનું અબલા વિશેનું વધતું જતું કુતૂહલ અબલા તરફના આકર્ષણમાં પરિણમે છે. છેવટે રામજી દ્વારા પકડાઈ જતાં એને એ છળપૂર્વક માત્ર રમત તરીકે ઓળખાવે છે. આવું કથાનક અહીં કસબપૂર્વક ગૂંથાયેલું છે.
ચં.