ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રહસ્ય

રહસ્ય

વિનોદ ભટ્ટ

રહસ્ય (વિનોદ ભટ્ટ; ‘સુવર્ણ કેસૂડાં’, ૧૯૮૪) રાજા જાલમસિંહના રાજ્યમાં મીઠા પર પણ કર હતો. શિકારે નીકળેલા રાજા માટે માંસ પર ભભરાવવા ચપટી મીઠું મળતું નથી પરંતુ ‘રાજા ગુજરી ગયો છે, એને દાટવા મીઠું જોઈએ છે’ કહેતાં વજીરને મીઠું મળી જાય છે – એવું વ્યંગપૂર્ણ વાર્તાવસ્તુ વિક્રમ-વૈતાલકથાની રીતિએ રજૂ થયું છે.
ચં.