ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રાક્ષસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રાક્ષસ

સુરેશ જોષી

રાક્ષસ (સુરેશ જોષી; ‘અપિ ચ’, ૧૯૬૪) ઘણાં વરસો પછી નાયક કરોડરજ્જુના ક્ષયથી પીડાતી, ઇસ્પિતાલમાં પથારીવશ થયેલી પ્રેયસીને મળવા જાય છે અને એમના પૂર્વસંબંધની તંતુજાળ શૈશવકાળની ભયભૂતાવળની માયાવી સૃષ્ટિ દ્વારા ઊઘડે છે. વાર્તામાં પ્રસરેલો કપોલકલ્પિતનો વિનિયોગ અંતે કઠોર વાસ્તવિકતા સાથે વિરોધાતો જોવો આવશ્યક બન્યો છે.
ચં.