ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વળાંક

વળાંક

પન્ના નાયક

વળાંક (પન્ના નાયક, ‘ગૂર્જર નારીચેતનાની નવલિકાઓ’, સં. રઘુવીર ચૌધરી અને અન્ય. ૧૯૯૮) વિદેશની ધરતી પર પોતાની ભારતીય તરીકેની ઓળખ ટકાવી રાખવા દર રવિવારે ગુજરાતી બોલવાની ને કપાળે ચાંદલો કરવાની સલાહ દીકરી નિધિ અને એની બહેનપણીઓને આપતી નાયિકાને લાગે છે કે કોઈ તેની કારનો પીછો કરે છે. અણીને સમયે પોલીસની મદદ મળી જતાં બચી ગયેલી નાયિકાને જાણ થાય છે કે એને મારવા માટે પતિએ જ માણસો રોકેલા ત્યારે તે સ્તબ્ધ બની જાય છે. વાર્તાકારે કુતૂહલ, ભય અને સ્તબ્ધતાની સૃષ્ટિ માત્ર સંવાદો દ્વારા રચી છે.
પા.