ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વળાંક આગળ
Jump to navigation
Jump to search
વળાંક આગળ
અશ્વિન દેસાઈ
વળાંક આગળ (અશ્વિન દેસાઈ; ‘વિખૂટાં પડીને’, ૧૯૮૭) ખેડૂત-મિત્ર કિસનના, પોતાની પત્ની રાધા સાથેના લગાવથી નારાજ માધવ, ખેતરથી પાદરના વળાંક સુધી આવતાંમાં કિસનને પ્રશ્નો પૂછી પૂછી ગામ છોડી દેવાના નિર્ણય સુધી પહોંચાડી દે છે. બાકી નીકળતા પાંચ રૂપિયા આપી, મામાને ગામ વસવા જઈ રહેલા કિસનને એક જ વાક્યમાં માધવ રોકી પાડે છે. વાર્તા એના લાઘવ અને તાન-પલટાથી રોચક બની છે.
ર.