ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિઘટના

વિઘટના

ચંપૂ વ્યાસ

વિઘટના (ચંપૂ વ્યાસ; ‘સંસ્કૃતિ’ – ઑક્ટો., ૧૯૭૬) બૉસ દાદુને પરણવા ઇચ્છતી મિતાને બૉસનું નેન્સી પરત્વેનું આકર્ષણ ગમતું નહોતું, તો ટાઇપિસ્ટ તુષારના પોતાના તરફના વલણથી પણ એ અજાણ નહોતી. દાદુ પાસેથી કબૂલાતના વિસ્ફોટની રાહ જોતી મિતા અંતે તુષારનો સ્વીકાર કરે છે અને દાદુ નેન્સીને પરણી જાય છે. પ્રણયના ચાર છેડાઓને આગવી રીતે રજૂ કરતી વાર્તામાં ટેલિફોનના માધ્યમનો સાર્થ ઉપયોગ થયો છે.
ચં.