ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સારિકા પિંજરસ્થા

સારિકા પિંજરસ્થા

સરોજ પાઠક

સારિકા પિંજરસ્થા (સરોજ પાઠક; ‘સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૧) પહેલાં પિતા અને પછી પતિ સાથેના મરજી વિરુદ્ધના જીવનની કરુણ ગાથા, સમયમાં આગળ પાછળ થતી, સારિકાની વિક્ષિપ્ત સ્મરણચેતના દ્વારા થોડીક મુખર બનવા છતાં નોંધપાત્ર રીતે પ્રગટ થઈ છે. નારીવાદી કોણથી વાર્તાને તપાસવી રસપ્રદ બને તેમ છે.
ર.