ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સાવ નજીવી વાત
સાવ નજીવી વાત
બહાદુરભાઈ વાંક
સાવ નજીવી વાત (બહાદુરભાઈ વાંક; ‘રાફડો’, ૧૯૯૫) નિવૃત્તિને આરે ઊભેલા પ્રમોદરાયને, બજારમાં અથડાયેલા છોકરા ઉપરની અકળામણ છોડતી નથી. ઑફિસ પહોંચતા મોડું થતાં થયેલી લાલ ચોકડી અને ઓફિસ સેક્રેટરીની ઉદ્ધતાઈ વગેરે અકળામણ એમાં ઉમેરો કરે છે. પેલો અથડાયો હતો એ છોકરાનું નામ મનોહર છે એટલે પુત્રીના નવજાત પુત્રનું નામ મનોહર રાખવાની એ ના પાડે છે. શીર્ષક સૂચવે છે તેમ વાર્તામાં સાવ નજીવી, નાખી દીધા જેવી વાતે માણસ કેવું દુ:ખ વહોરી બેસે છે એ વાત ઝીણવટથી કહેવાયેલી છે.
ર.