ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/હ/હું પતંગિયું છું
હું પતંગિયું છું
મધુ રાય
હું પતંગિયું છું (મધુ રાય, ‘મધુ રાયની શ્રેષ્ઠ વાર્તાઓ’, ૧૯૮૭) બચપણમાં પતંગિયાં પકડવાની શોખીન નીલાને પત્ર લખી લખીને અમર તેનાં સગાં-વહાલાંના જીવનમાં ઘટનારી ઘટનાઓના સાચા અહેવાલ આપે છે. આરંભે એથી ત્રાસી જનારી નીલા ક્રમશઃ પત્રોની રાહ જોતી થઈ જાય છે. પત્રો આવતા બંધ થતાં પત્ર-વ્યસનમાં સપડાયેલી નીલા, હું તો પતંગિયું છું - નો ભાવ કેળવી મુક્ત થઈ જાય છે. નીલાની મનોવ્યગ્રતાનું નિરૂપણ વાર્તાનું જમા પાસું છે.
ર.