ગુજરાતી નારીસંપદા : કવિતા/જવા દો...

જવા દો...

સ્નેહા પટેલ

સઘળું વહી જવા દો,
રસ્તો થઈ જવા દો!

આવે છે, આવવા દો,
હિસ્સો બની જવા દો!

તમને નહીં મળે એ,
 સમજી પરી જવા દો!

ઠંડી બહુ હવા છે,
તડકા ભણી જવા દો!

જાવું છે ત્યાં ને ત્યાં જ,
છોડો ફરી જવા દો!

***