ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અમૃતવિજય-૪


અમૃતવિજય-૪ [ઈ.૧૮૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘કલિયુગનો છંદ’- (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [વ.દ.]