ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદકીર્તિ


આનંદકીર્તિ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. જિનરાજસૂરિ(રાજ્યકાળ ઈ.૧૬૧૮ - ઈ.૧૬૪૪)ના શિષ્ય. ૫ કડીના ‘જિનરાજસૂરિગુરુ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : હૈજૈજ્ઞાસૂચિ : ૧ [કુ.દે.]