આનંદવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયમાનસૂરિ(જ.ઈ.૧૬૫૧ - અવ. ઈ.૧૭૧૪)ના શિષ્ય ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર. ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કુ.દે.]