ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આશારામ


આશારામ આશારામ : આ નામે કેટલાંક ભજનો-પદો (મુ.), ૪૦ કડીનો ‘મહિષાસુરીનો ગરબો’ (મુ.) રામરાજિયા તથા રામલીલાનાં પદો મળે છે, તે કયા આશારામ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. દેવી-મહાત્મ્ય અથવા ગરબા-સંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫ (સુધારેલી આ.); ૪. ભજનસાગર : ૧; ૫. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. ૪. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી. નિ.વો., શ્ર.ત્રિ.