ઉદયભાનુ : આ નામે ૬ કડીનો ‘બાવનવીરક્ષેત્રપાલ-છંદ’ (લે. ઈ.૧૫૨૯) નોંધાયેલ મળે છે તે સમય જોતાં ઉદયભાનુ-૧ની કૃતિ હોવાની શક્યતા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]