ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયભાનુ વાચક
Jump to navigation
Jump to search
ઉદયભાનુ(વાચક) - ૧ [ઈ.૧૫૦૯માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ.રાજતિલકસૂરિની પરંપરામાં વિનયતિલકસૂરિ-સૌભાગ્યતિલકસૂરિના શિષ્ય. ૫૬૦/૫૬૫ કડીના ‘વિક્રમચરિત્ર-રાસ ← / વિક્રમસેન-રાસ’ (૨.ઈ.૧૫૦૯/સં. ૧૫૬૫, જેઠ સુદ -, રવિવાર; મુ.)ના કર્તા વિક્રમના લીલાવતી સાથેના લગ્નની કથાને તથા તેના પુત્ર વિક્રમચરિત્રના બુદ્ધિચાતુર્યના પ્રસંગોને કંઈક ઝડપથી કહી જતા આ રાસનો વર્ણનરસ તથા એની ભાષાછટા નોંધપાત્ર ગણાય એવાં છે. કૃતિ : વિક્રમચરિત્રરાસ, સં. બળવંતરાય ક. ઠાકોર, ઈ.૧૯૫૭ સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.