ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભસાગર-૧


ઋષભસાગર-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. ચારિત્રસાગરની પરંપરામાં કલ્યાણસાગર-ઋષભસાગરસૂરિના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ(ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ ૧૧ ઢાળની ‘ગુણમંજરીવરદત્ત-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૨ ? / સં. ૧૭૪૮ ? - “મિત્રભાવ જુગભાવ મદ:પ્પત્તિ:/મદરપતિસસિ”, કારતક સુદ ૫, સોમવાર) અને ‘ચોવીસી’ (મુ.)ના કર્તા. બંને કૃતિઓની ભાષામાં હિન્દીની અસર દેખાય છે. કૃતિ : અસ્તમંજુષા. સંદર્ભ : જૈગૂકવિઓ:૨, ૩(૨) [હ.યા.]