ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિમલ-કલ્યાણવિમલ ગણિ
કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ) કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ) : કલ્યાણવિમલને નામે ૧૩ કડીનું ‘ચૌદસોબાવન ગણધરનું ચૈત્યવંદન’ (મુ.), ૧ હિંદી પદ (મુ.) અને કલ્યાણવિમલગણિને નામે હેમચંદ્રાચાર્યના ‘સકલાર્હત-સ્તોત્ર’ ઉપરનો સ્તબક (લે. ઈ.૧૮૪૫) મળે છે. આ ક્લાયણવિમલ કયા તે નિશ્ચિત કહી શકાતું નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]