ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિમલ-૧
કલ્યાણવિમલ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિમલ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના ભાઈ શાંતિવિમલના શિષ્ય. ૧૦ કડીની ‘સુલસા શ્રાવિકાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ: ૧. જૈસમાલા(શા.): ૧; ૨. જૈસસંગ્રહ(ન.). [હ.યા.]