ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર સૂરિ શિષ્ય-૧


કલ્યાણસાગર(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૭મી સદી] : જૈન. અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય. કલ્યાણસાગરસૂરિના આચાર્યકાળ (ઈ.૧૬૧૪-ઈ.૧૬૬૨)માં રચાયેલી જણાતી અપભ્રંશપ્રધાન ગુજરાતી ભાષાની ૧૧ કડીની ‘કલ્યાણસાગરગુરુ-સ્તુતિ’ (મુ.) તથા ૨૦ કડીની ‘અંચલગચ્છ ગુરુપ્રદક્ષિણા-સ્તુતિ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : આર્ય-કલ્યાણ-ગૌતમસ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘શ્રી કલ્યાણસાગરસૂરિની પ્રાચીન ઐતિહાસિક કૃતિ’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]