ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુંવરવિજય-૧
કુંવરવિજય-૧ [ઈ.૧૬મી સદીનો અંત-ઈ.૧૭મી સદીનો આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં નયવિજયના શિષ્ય. ઈ.૧૫૯૬માં થયેલા હીરવિજયસૂરિના અવસાન સુધીની ચરિત્રરેખા આપતા અને પછીના તરતના સમયમાં રચાયેલા જણાતા ૮૧/૮૩ કડીના ‘હીરવિજયસૂરિ-સલોકો’ (મુ.), ૧૩ કડીની ‘ચંદનબાળા-સઝાય’(મુ.), ૨૯ કડીના ‘ચોવીસજિન-નમસ્કાર’, ૧૧ કડીની ‘મનસ્થિરીકરણ-સઝાય’ અને ‘સપ્તસ્મરણ-સ્તબક’ના કર્તા. કૃતિ : ૧. જૈઐકાસંચય; ૨. સજ્ઝાયમાળા(પં.). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]