ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાન-ક્હાન કવિ


ક્હાન/ક્હાન (કવિ) : ક્હાનને નામે ૨૨ કડીની ‘નેમિનાથ-ફાગ-બારમાસ’ (લે.ઈ.૧૪૭૯) એ કૃતિ નોંધાયેલી મળે છે તે સમય જોતાં ક્હાન-૧ની હોવાની શક્યતા રહે છે પરંતુ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. આ કૃતિ અન્યત્ર ડુંગરને નામે પણ મળે છે. ક્હાન કવિને નામે હિંદી ભાષામાં જણાતી ‘અંબા-છંદ’, ‘પાર્શ્વગીત’ વગેરે કેટલીક કૃતિઓ (લે.ઈ.૧૭૧૨)તથા ચારણી શૈલીમાં જણાતી ‘(ફલોધી) પાર્શ્વનાથનો છંદ’ નોંધાયેલ મળે છે, તે કોઈ જૈન કવિ છે પરંતુ તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કોઈ જૈનેતર ક્હાનને નામે ૨ પદ (મુ.) તથા ગરબા-ગરબીઓ મળે છે તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.[ર.સો.]