ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખેમહંસ ગણિ શિષ્ય


ખેમહંસ(ગણિ)શિષ્ય [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. ખેમહંસના નામે મુકાયેલા, જિનમાણિક્યસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૬-ઈ.૧૫૫૬)માં રચાયેલા, ૧૬ કડીના ‘ગુર્વાવલી-ફાગ’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.સો.]